સજરા શરીફ અને ખિલાફત નામું: આધ્યાત્મિક વારસો અને પરંપરા
સૂફીવાદ (તસવ્વુફ) માં સજરા શરીફ (Shajara Sharif) એ માત્ર વંશાવળી કે નામોની યાદી નથી, પરંતુ અલ્લાહ તઆલા સુધી પહોંચવાના આધ્યાત્મિક માર્ગની પવિત્ર સાંકળ છે. જ્યારે કોઈ સાધક મુર્શિદ-એ-કામિલના હાથ પર બૈઅત (શપથ) ગ્રહણ કરે છે, ત્યારે તેનો સંબંધ સીધો રસૂલે પાક ﷺ અને ત્યાંથી બારગાહે ઈલાહી સુધી જોડાય છે.
ખાનકાહ-એ-આલિયા, ભુજ-કચ્છ ખાતે વિવિધ મુબારક સિલસિલાઓનો આધ્યાત્મિક વારસો સચવાયેલો છે, જેની વિગતો અને ખિલાફતનામાની માહિતી નીચે મુજબ પ્રસ્તુત છે:
૧. સિલસિલા આલિયા નક઼શબંદિયા મુજદ્દદિયા
નક઼શબંદી સિલસિલો પોતાના ખફી ઝિક્ર (હૃદયના છૂપા સ્મરણ) અને શરીઅતની કડક પાબંદી માટે જાણીતો છે.
(અ)આ મુબારક સજરા શરીફ હઝરત અબુબક્ર સિદ્દીક રઝીઅલ્લાહુ અન્હુથી શરૂ થઈને ઇમામ રબ્બાની મુજદ્દિદે અલ્ફે સાની શેખ અહમદ સરહિંદી રહમતુલ્લાહ અલયહિ સુધી અને ત્યારબાદ હઝરત પીર ખ્વાજા સૈયદ એહમદ મિયાં નક઼શબંદી-મુજદ્દિદી રહમતુલ્લાહ અલયહિ(મારા વાલિદ સાહેબ) દ્વારા અહીં પહોંચે છે.
(બ)આ મુબારક સજરા શરીફ હઝરત અબુબક્ર સિદ્દીક રઝીઅલ્લાહુ અન્હુથી શરૂ થઈને ઇમામ રબ્બાની મુજદ્દિદે અલ્ફે સાની શેખ અહમદ સરહિંદી રહમતુલ્લાહ અલયહિ સુધી અને ત્યારબાદ હઝરત પીર ઉસ્માન મિયાં નક઼શબંદી-મુજદ્દિદી
રહમતુલ્લાહ અલયહિ દ્વારા અહીં પહોંચે છે.
૨. સિલસિલા આલિયા ચિશ્તિયા સાબિરિયા
ચિશ્તિયા-સાબિરિયા પરંપરા પ્રેમ, સમર્પણ, ખિદમત અને ઈશ્કે હકીકીનો માર્ગ દર્શાવે છે.
આ મુબારક પરંપરા હઝરત અલી મુર્તઝા કર્રમલ્લાહુ વજહહુ, હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અજમેરી અને હઝરત અલાઉદ્દીન અલી અહમદ સાબિર પાક કલિયરી રહમતુલ્લાહ અલયહિ સાથે જોડાયેલી છે.
ખાનકાહમાં પીર સૈયદ નૂર-ઉલ-હુદા ‘નૂરી બાપુ’ ચિશ્તી-સાબિરી-વારિસી રહમતુલ્લાહ અલયહિના મુબારક ફૈઝથી આ સજરા શરીફ ચાલુ છે.
૩. સિલસિલા આલિયા અશરફિયા અને ખિલાફત નામું
સુલતાન સૈયદ મખ્દૂમ અશરફ જહાંગીર સિમનાની રહમતુલ્લાહ અલયહિ (કછોછહ શરીફ) નો મુબારક સિલસિલો આધ્યાત્મિક જ્ઞાન અને માઅરિફતનો ભંડાર છે.
ખિલાફત નામું: પીર સાહેબને આ સિલસિલા હેઠળ મળેલી સનદ અને ખિલાફત નામું એ વાતનું પ્રમાણ છે કે રુહાની સિલસિલો અને તાલીમ અધિકૃત પરંપરા અનુસાર આગળ વધી રહી છે. તેના ઐતિહાસિક દસ્તાવેજો અને તત્કાલીન સમાચારો પણ અહીં સંલગ્ન છે.









