

વર્તમાન સમયમાં, જો તમે ITI Admission Gujarat પ્રક્રિયા દ્વારા કૌશલ્યલક્ષી શિક્ષણ મેળવીને ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો તે તમારા ભવિષ્ય માટે એક ઉત્તમ નિર્ણય સાબિત થઈ શકે છે. રાજ્ય અને રાષ્ટ્રમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેથી આધુનિક કૌશલ્ય ધરાવતા ઉમેદવારો માટે રોજગારી અને સ્વરોજગારીની વ્યાપક તકો ઉપલબ્ધ છે.
ITI Admission Gujarat: ઉપલબ્ધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો
સરકાર દ્વારા સંચાલિત આ સંસ્થાઓમાં વિવિધ ટ્રેડ્સ ઉપલબ્ધ છે:
- ધોરણ ૧૦ પાસ માટે (૧ વર્ષ): કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), ડીઝલ મિકેનીકલ, સ્ટેનોગ્રાફર, હેલ્થ એન્ડ સેનિટેશન ઈન્સ્પેક્ટર.
- ધોરણ ૧૦ પાસ માટે (૨ વર્ષ): ફિટર, ઇલેક્ટ્રિશિયન, મોટર વ્હીકલ મીકેનીક, રેફ્રીજરેશન મીકેનીક, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ.
- ધોરણ ૮ પાસ માટે (૧ વર્ષ): સુઈંગ ટેકનોલોજી, વેલ્ડર, કાર્પેન્ટર, પ્લંબર, ટુ વ્હિલર ઓટો રિપેરર.
કચ્છમાં ITI Admission Gujarat ની સુવિધાઓ
કચ્છ જિલ્લાના દરેક તાલુકા મથકો અને ગ્રામ્ય સ્તરે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, મુંદરા, ભચાઉ, નખત્રાણા, રાપર, કોઠારા, રતનાલ અને પાનધ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ ગ્રાન્ટ-ઈન-એઈડ તેમજ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ પણ અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે કાર્યરત છે.
આવી જ રીતે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના દરેક તાલુકા મથકો અને ગ્રામ્ય સ્તરે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે.
પ્રવેશ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખો:
- ધોરણ-૧૦ પાસ કર્યાની માર્કશીટ
- ધોરણ-૧૦ પાસ કર્યા ટ્રાયલ સર્ટિફિકેટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- આવક અંગેનો દાખલો
- [Aadhaar Redacted]
- બેંક એકાઉન્ટ પાસબુક
ITI પ્રવેશ મેળવવાથી પ્રાપ્ત થતી સુવિધાઓ
- એસ.ટી. બસ પાસ: તાલીમાર્થીઓને નિ:શુલ્ક(મફત) મુસાફરીની વિશેષ સુવિધા પ્રદાન કરવામાં આવે છે.
- બેન્કેબલ લોન સહાય: સ્વરોજગાર માટે સરકારશ્રી દ્વારા સબસિડી સાથેની લોન સહાય.
- શૈક્ષણિક સમકક્ષતા: ૨ વર્ષનો કોર્સ પૂર્ણ કરનારને ધોરણ ૧૨ ની સમકક્ષતા અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સીધા ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશની તક.
ફી માળખું
- સામાન્ય/OBC: કુલ ₹૮૫૦ (ડિપોઝિટ ₹૨૫૦ + ૬ માસની ટ્યુશન ફી ₹૬૦૦).
- SC/ST/મહિલા/દિવ્યાંગ: ટ્યુશન ફી સંપૂર્ણ માફ, માત્ર ₹૨૫૦ ડિપોઝિટ ભરવાની રહેશે.
કેવી રીતે અરજી કરવી?
ITI Admission Gujarat માટેની અધિકૃત વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો. વધુ વિગતો માટે નજીકની સરકારી ITI સંસ્થાની રૂબરૂ મુલાકાત લો.
