
જ્યારે સભ્યતાઓ ધૂળમાં મળી ગઈ અને નદીઓ લોહીથી લાલ થઈ ગઈ…ઈતિહાસ આપણને માત્ર વિજયગાથા નથી શીખવતો, પણ એ આપત્તિઓનો સામનો કરવાની હિંમત પણ આપે છે. મોંગોલ સામ્રાજ્યનો ઉદય અને મુસ્લિમ વિશ્વ પર તેમનો આક્રમક પ્રકોપ એ માનવ ઈતિહાસની એક એવી અભૂતપૂર્વ ઘટના છે, જેણે દુનિયાનો નકશો બદલી નાખ્યો.પણ આ આખા પ્રકોપને એ જ જમાનામાં જીવનારા એક મહાન વિદ્વાનની આંખે જોવો કેવો રહેશે? પ્રખ્યાત ઈતિહાસકાર ઈબ્ન અલ-અસીરના પ્રખ્યાત દસ્તાવેજ ‘અલ-કામિલ ફિત-તારીખ’ (Al-Kamil fi al-Tarikh) ના આધારે અમે લઈને આવી રહ્યા છીએ એક વિશેષ શ્રેણી.આ કોઈ સામાન્ય વાર્તા નથી, આ સત્ય ઘટનાઓનો એવો સત્તાવાર ચિતાર છે જે વાંચીને તમારા રુંવાડા ઉભાં થઈ જશે. જોડાઓ અમારી આ નવી પુસ્તક અને બ્લોગ શ્રેણી સાથે અને અનુભવો ઈતિહાસનો એ પ્રકોપ.
